ગોવિંદા અને સુનિતા છૂટાછેડા લઇ રહ્યા હોવાની બોલીવૂડમાં અટકળો
ગોવિંદા અને સુનિતા છૂટાછેડા લઇ રહ્યા હોવાની બોલીવૂડમાં અટકળો
Blog Article
ફિલ્મ સ્ટાર હોય કે સ્પોર્ટ્સ સ્ટાર કે પછી અન્ય સેલિબ્રિટી હોય તેમના લગ્ન અને જીવન સંબંધિત વાતોની હંમેશા ચર્ચા થતી રહેતી હોય છે. બોલીવૂડના ડાન્સીંગ સ્ટાર ગોવિંદાના જીવનમાં પણ પત્ની સાથે ખટાશ ઊભી થઈ હોવાની અટકળો બોલીવૂડમાં થઇ રહી છે.
પત્ની સુનિતા આહુજા ગોવિંદાને છૂટાછેડા આપવાની હોવાની ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી છે. હવે જાણવા મળ્યું છે કે, ગોવિંદા અને સુનિતા છૂટાછેડાની પ્રક્રિયાના અંતિમ તબક્કામાં છે. બંનેએ પોતાના 37 વર્ષ જૂના લગ્ન જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. સુનિતાએ પણ કેટલાક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, ‘હું ગોવિંદા સાથે રહેવા ઇચ્છતી નથી.’ એટલું જ નહીં, અગાઉ પણ તેણે મજાકમાં ગોવિંદાના અફેર વિશે પણ નિવેદન આપ્યું છે.
આ દંપતીના લગ્નજીવનમાં ખટાશ ઊભી થવાનું કારણ ૩૦ વર્ષીય મરાઠી અભિનેત્રી છે. એક એવી પણ અફવા છે કે, ગોવિંદાનું મરાઠી એક્ટ્રેસ સાથે અફેર છે. જોકે, ગોવિંદા અને સુનિતા બંનેએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. ગોવિંદાની પત્ની સુનીતા પોતાના બિન્દાસ સ્વભાવ માટે જાણીતી છે. થોડા સમય પહેલાં જ્યારે ગોવિંદાને ગોળી વાગી હતી, ત્યારે જાણવા મળ્યું હતું કે, સુનિતા તેની સાથે નથી રહેતી. ત્યારથી બંનેના છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યું હતું. સુનિતાએ પણ પોતાના ઘણાં ઈન્ટરવ્યૂમાં સંકેત આપ્યો હતો કે, ગોવિંદાનું અફેર છે. તે તેમના ફ્લેટની સામે આવેલા બંગલામાં રહે છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે આ અંગે અનેક પ્રતિક્રિયાઓ આપી છે.
એક યુઝરે કહ્યું કે, એવા માણસની સાથે રહેવું કેટલું અઘરુ હશે, જેણે આટલા બધા અફેર્સ માફ કર્યા, માતા અને પૂરા પરિવારની સંભાળ લીધી. હવે તેને જ વૃદ્ધાવસ્થાના આ તબક્કામાં છોડી રહ્યો છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે, હવે ખબર પડી કે, ગોવિંદાને ગોળી કેમ વાગી હતી. સુનિતાએ જરૂર બંનેને રંગે હાથ પકડ્યા હશે.
ગોવિંદા અને સુનિતાને બે બાળકો પણ છે. તેમણે 11 માર્ચ, 1987ના રોજ લગ્ન કર્યા હતાં. લગ્ન સમયે સુનિતાની ઉંમર માત્ર 18 વર્ષની હતી, જ્યારે ગોવિંદા 24 વર્ષનો હતો. સુનિતા અત્યારે પોતાના દીકરા યશવર્ધન અને દીકરી ટીના સાથે રહે છે, જ્યારે ગોવિંદા એકલો જ રહેતો હોવાની અટકળો છે.
Report this page